ડીજીટલ એજ્યુકેશન
Zipgred App દ્વારા થોડાક જ મીનીટમાં તમામ વર્ગ નું મૂલ્યાંકન
બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકા ના એક અંતરિયાળ વિસ્તારમાં આવેલી થુવર
પ્રા.શાળા.દરરોજ ટેકનોલોજી ના ઉપયોગ માં એક પછી એક પ્રયોગ અમલમાં મૂકે
છે.હાલ ગુણોત્સવ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ Omr દ્વારા લેવાય છે.તો આ
શાળામાં અત્યાર થી જ બાળકો ને OMR ની પ્રેક્ટિસ મળી રહે તે માટે એકમ ટેસ્ટ
OMR દ્વારા લેવામાં આવે છે.હવે આ OMR ઝડપથી કઈ રીતે જોઈ શકાય અને સમય બચાવી
શકાય..તે એક સમસ્યા હતી.તે નો ઉપાય ટેક્નોસેવી શિક્ષક એ.આર.ઉમતીયા. એ શોધી
કાઢ્યો.Zipgred App દ્વારા થોડાક જ મીનીટમાં તમામ વર્ગ નું મૂલ્યાંકન થઈ
જાય છે.અને તેના ડેટા કાયમ માટે ઓનલાઈન સેવ થઈ જાય છે.તમામ સ્ટાફ આ પદ્ધતિ
નો ઉપયોગ કરીને મૂલ્યાંકન કરે છે.વેબસાઈટ પર થી બાળક નો પ્રોગ્રેસ ની
પ્રિન્ટ આઉટ કરીને નોટિસ પર લગાવવામાં આવે છે.અને દરેક બાળક વચ્ચે તંદુરસ્ત
હરીફાઈ નું આયોજન કરી ને ગુણવત્તા સુધારણા માટે ના ખૂબ સારા પ્રયાસો થઈ
રહ્યા છે..
Post a Comment
0 Comments