BAL SANSAD
થુવર પ્ર્રા,શાળા માં બાળ સંસદ ની રચના -૨૦૧૯
થુવર પ્રા.શાળા માં દર વર્ષ ની જેમ આ વર્ષે વિવિધ સમિતિ ની રચના માટે તેમજ
લોકશાહી ની સાચી સમજ,વિવિધ સ્તરે સરકાર ની રચના કેવી રીતે થાય તેવા હેતુ થી
ચૂંટણી પદ્ધતિ નો ખ્યાલ આપવામાં માટે આજે બાળ સંસદ ની ચૂંટણી યોજવામાં
આવી.તેમાં મહામંત્રી પદ માટે કુલ 5 ઉમેદવાર હતા.અને બાળ મંત્રીમંડળ માં કુલ
14 ઉમેદવાર હતા.મહામંત્રી ની ચૂંટણી EVM દ્વારા કરવામાં આવી.તેમાં સૌથી
વધુ મત મેળવનાર ને મહામંત્રી માટે નિમણૂંક કરવામાં આવશે.તેમજ બાળ મંત્રી
માટે બેલેટ પેપર માં કુલ 8 મત આપવાના હતા.તેમાંથી સૌથી વધુ મત મેળવનાર 8
ઉમેદવાર ને વિવિધ ખાતા ની સાંપણી કરવામાં આવશે..ધોરણ 5 થી 8 ના તમામ બાળકો
તેમજ શિક્ષક સ્ટાફે પોતાના મત નો ઉપયોગ કર્યો હતો.આ સમગ્ર પ્રક્રિયા માં
થુવર પ્રા.શાળા ના આચાર્ય શ્રી ડી.એન.માલુણા માર્ગદર્શન તેમજ સમગ્ર સ્ટાફે આ
કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે
ઇનોવેટીવ શિક્ષક એ.આર.ઉમતીયા એ ફરજ બજાવી હતી..
Post a Comment
0 Comments