થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

વડગામ ડોટ કોમ વેબસાઇટના માધ્યમથી તાલુકાની ઓળખ

વડગામ ડોટ કોમ વેબસાઇટના માધ્યમથી તાલુકાની ઓળખ 
યુવાનોએ સોશિયલ નેટવર્ક દ્વારા તાલુકાની સકારાત્મક ભાવનાઓ ઉજાગર કરી 
ભાસ્કર ન્યૂઝ. વડગામ
વડગામતાલુકાના યુવાનો દ્વારા સોશ્યલ નેટવર્કનો સકારાત્મક ઉપયોગ કરી વડગામ ડોટ કોમ વેબસાઇટના માધ્યમથી તેમજ વોટસએપ અને ફેસબુક ઉપર પણ ગૃપ બનાવી તાલુકાની સકારાત્મક બાબતો, ઇતિહાસને દુનિયાભરમાં પ્રસ્થાપિત કરી છે. ગૃપના યુવાનો દ્વારા રવિવારે વડગામના પુસ્તકાલયના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ઼. ઉપરાંત તાલુકાના વ્યક્તિઓના ફોન નંબરની મોબાઇલ એપ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
અત્યારે ઘણા લોકો સોશિયલ મીડિયાનો દુરપયોગ કરી રહ્યા છે ત્યારે વડગામના હજારો યુવાનો સોશિયલ મિડીયાનો સદ્દપયોગ કરી લોકો માટે પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યા છે. 2008થી વડગામના વતની નિતીનભાઇ પટેલ દ્વારા તાલુકાના યુવાનો અને વડીલોના સહયોગથી વડગામ ડોટ કોમ વેબ સાઇટ બનાવી છે. જેના માધ્યમથી દુનિયાભરમાં વસતા વડગામ તાલુકાના વ્યકિતઓને તાલુકાના એક અેક ગામડાની માહિતી પુરી પાડવામાં આવી રહી છે. વેબસાઇટ ઉપર તાલુકાની ઐતહાસિક ઘટનાઓ, સ્મારક, દેવાલયો સહિતની માહિતી પુરી પાડવામાં આવે છે. ઉપરાંત તાલુકામાં બનતી નાની મોટી સકારાત્મક ઘટનાઓને પણ ઉજાગર કરવામાં આવે છે. તાલુકાના સફળ વ્યકિતઓએ ઉધોગ, વિકાસ, શિક્ષણ, સામાજીક, ધાર્મિક બાબતોમાં પોતાનું યોગદાન આપ્યુ છે. તેવા વ્યકિતઓની સ્ટોરી એકઠી કરી દુનિયા સમક્ષ ઉજાગર કરાઈ છે.વડગામ ડોટકોમના નામે ફેસબુક અને વોટસએપ ગૃપ બનાવવામાં આવ્યું છે. જેમાં ગંદકી ફેલાવવાની પ્રતિજ્ઞા, લાંચરૂશ્વત અભિયાન, સામાજીક કુરિવાજો સામે જાગૃતિ, પર્યાવરણનું જતન, શિક્ષણ અને વાંચન માટે જાગૃતિ અભિયાન, ગરીબોની મદદ થાય તેવા પ્રયત્નો, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા જેવી સકારાત્મક પ્રવૃતિ કરવામાં આવે છે. પર્યટન સ્થળોના ફોટા, ઇતિહાસ અને જાણકારી અંગેના ફોટા અને લેખ પોસ્ટ કરવામાં આવે છે. આજ સકારાત્મક વિચાર સાથે સોશિયલ નેટવર્કના માધ્યમથી ચર્ચા કરી વડગામના સરકારી પુસ્તકાલય ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરાયું હતું.
નેધરલેન્ડની ટીમ તાલુકાની મુલાકાતે આવી હતી
વડગામડોટકોમની વેબસાઇટ ઉપર તાલુકાની ઐતિહાસિક બાબતો અને પર્યટક સ્થળો અંગેની વિસ્તૃત માહિતી મુકાતાં તેનાથી આકર્ષાઇ વર્ષ 2008માં નેધરલેન્ડની એક ખાનગી સંસ્થાના પ્રતિનિધિની ટીમ પણ તાલુકાની મુલાકાતે આવી હતી. 

Post a Comment

0 Comments