થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

બાળ-સંસદ-૨૦૧૭ ની રચના

               થુવર પ્રાથમિક શાળામાં ચાલતી વિવિધ સમિતિઓના મંત્રીમંડળની નિમણૂક માટે શાળા પંચાયત સામાન્ય ચૂંટણી-2017 નું આયોજન કરી સવારે 11:00 થી 5:00 શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું.ચૂંટણી પ્રક્રિયાથી તમામ વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે હેતુથી અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વ શક્તિનો વિકાસ થાય તે હેતુને ધ્યાને રાખી તા.12/07/2017 ના રોજ શાળાના શિક્ષક શ્રી અતાઉલ્લા આર.ઉમતીયા ચૂંટણી અધિકારી તરીકે નિયુકત કર્યા,જેઓશ્રી દ્વારા ચૂંટણી યોજવા માટેનું વિધિવત જાહેરનામું પ્રસિધ્ધ કરી સમગ્ર ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો.વિદ્યાર્થીઓને પ્રિન્ટેડ ઉમેદવારી પત્રક ભરીને જમા કરાવવાનો,ઉમેદવારી પરત ખેંચવાનો,ફોર્મ ચકાસણીનો,મતદાનનો સમય અને તારીખ તથા પરીણામની તારીખ જાહેર કરી.શાળાના કુલ-13 વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવામાં આવી.તમામ ઉમેદવારોને નિશાન ફાળવવામાં આવ્યા.લોકશાહી ઢબે પ્રચારનો સમય આપવામાં આવ્યો.મતદાન માટે વિદ્યાર્થીઓમાંથી જ મતદાન અધિકારી,પ્રિસાઈડીંગ અધિકારી,પટાવાળા,પૉલીસ અધિકારી,મતદાન ઍજન્ટને નિયુક્ત કરવામાં આવ્યા.શાંતિપૂર્ણ અને મતદાનની ગુપ્તતા અને ગંભીરતા જળવાય તે રીતે વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન કરવામાં આવ્યું.મતદાન પેટી વિધિવત રીતે સીલ કરવામાં આવી..આમ,વિદ્યાર્થીઓને ઉમેદવારીનો અને મતદાનનો અેક ઉમદા અનુભવ પૂરો પાડી ભવિષ્યમાં તાલુકા,જિલ્લા,રાજ્ય કે રાષ્ટ્ર લેવલે ઉમદા નેતૃત્વ પ્રદાન કરી શકાય એ હેતુને ચરિતાર્થ કરવા સમગ્ર શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.Ataullaumatiya.








Post a Comment

0 Comments