Monday, 23 April 2018

થુવર પ્રા.શાળામાં ધો.8 ના વિદાય કાર્યક્રમ ઉજવવામાં આવ્યો

                   આજે થુવર પ્રા.શાળામાં ધો.8 ના વિદાય કાર્યક્રમ ઉજવવામાં આવ્યો.વિદ્યાર્થીઓ ને આ આ મહામૂલી શાળા છોડી જવા નું દુઃખ સાફ જોવા મળ્યું હતું.શાળા માં ધો.8 તરફથી શાળા ને ડિજિટલ ઘડિયાળ ભેટ આપવામાં આવી.અને જૂની યાદો ના ફોટા નું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું.અને ગુજરાત કવિઝ માં 3 વિદ્યાર્થીઓ ને 500 રૂપિયા ના ચેક આપી ને પ્રોત્સાહન કરવામાં આવ્યું.શાળા ના સ્ટાફ તરફથી બટાટા પૌઆ ના નાસ્તા નું આયોજન કરવામાં આવ્યું.Sunday, 15 April 2018

ડો.બાબાસાહેબ આંબેડકર ની 127 જન્મ જયંતિ ની ઉજવણી

                  આજે થુવર પ્રા.શાળામાં અને ગામમાં ડો.બાબાસાહેબ આંબેડકર ની 127 જન્મ જયંતિ ની ઉજવણી કોમી એકતા ના સંદેશ સાથે અનોખી રીતે કરવામાં આવી.સૌ પ્રથમ શાળામાં પ્રાર્થના સભા માં ઉ.શી. એ.આર.ઉમતીયા અને આચાર્ય શ્રી.ડી.એન.માલુણા દ્વારા ડો.આંબેડકર નો જીવન પરિચય આપવામાં આવ્યો.ત્યાર બાદ ગામમાં પ્રભાત ફેરી કાઢવામાં આવી.ત્યાં મુસ્લિમ સમાજ દ્વારા કોમી એકતા ના સંદેશ માટે તમામ બાળકો અને ગ્રામજનો માટે સરબત પીણાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે થુર ગામમાંથી મોટી સંખ્યામાં તમામ સમાજ ના લોકોએ હાજરી આપી હતી.


Thursday, 5 April 2018

ઓનલાઈન પ્રવેશ થુવર પ્રા.શાળા તા.વડગામ

         થુવર પ્રા.શાળા તા.વડગામ જુન -૨૦૧૮  માં     ધો.1 થી 8 પ્રવેશ માં ઓનલાઈન અરજી
 ઓનલાઈન ફોર્મ ભરવા અહી ક્લિક કરો  .CLICK HERE


થુવર પ્રા.શાળામાં ધો.6 થી 8 માં પ્રિ. ગુણોત્સવ નું આયોજન કરવામાં આવ્યું

         આજે થુવર પ્રા.શાળામાં ધો.6 થી 8 માં પ્રિ. ગુણોત્સવ નું આયોજન કરવામાં આવ્યું.અને Omr નું મોબાઈલ એપ દ્વારા થોડાક જ સમય માં પરિણામ પ્રાપ્ત કરવામાં આવ્યું.સ્ટુડન્ટસ ડેટા એન્ટ્રી .સ્ટાફ મોબાઈલ નો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ જાતે પરિણામ તૈયાર કર્યું.વિદ્યાર્થીઓ ને પણ નવી ટેકનોલોજી નો ઉપયોગ કરતા થયા.
Saturday, 24 March 2018

થુવર પ્રા.શાળામાં તિથિ ભોજન આપવામાં આવ્યું.

                                               આજે થુવર પ્રા.શાળામાં જલોતરા નિવાસી અને એલ.આઈ.સી.બ્રાન્ચ હેડ.ડીસા.શ્રી.વિનોદભાઈ રેવાભાઈ રાવલ તરફથી શાળા ના બાળકો અને આંગણવાડી બાળકો. કેજીબીવી.કન્યાઓ ને તેમના તરફ થી તિથિ ભોજન આપવામાં આવ્યું.આ પ્રસંગે શાળા પરિવાર તેમનો આભાર વ્યક્ત કરે છે..Zipgred App દ્વારા થોડાક જ મીનીટમાં તમામ વર્ગ નું મૂલ્યાંકન

બનાસકાંઠા જિલ્લા ના વડગામ તાલુકા ના એક અંતરિયાળ વિસ્તારમાં આવેલી થુવર પ્રા.શાળા.દરરોજ ટેકનોલોજી ના ઉપયોગ માં એક પછી એક પ્રયોગ અમલમાં મૂકે છે.હાલ ગુણોત્સવ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ Omr દ્વારા લેવાય છે.તો આ શાળામાં અત્યાર થી જ બાળકો ને OMR ની પ્રેક્ટિસ મળી રહે તે માટે એકમ ટેસ્ટ OMR દ્વારા લેવામાં આવે છે.હવે આ OMR ઝડપથી કઈ રીતે જોઈ શકાય અને સમય બચાવી શકાય..તે એક સમસ્યા હતી.તે નો ઉપાય ટેક્નોસેવી શિક્ષક એ.આર.ઉમતીયા. એ શોધી કાઢ્યો.Zipgred App દ્વારા થોડાક જ મીનીટમાં તમામ વર્ગ નું મૂલ્યાંકન થઈ જાય છે.અને તેના ડેટા કાયમ માટે ઓનલાઈન સેવ થઈ જાય છે.તમામ સ્ટાફ આ પદ્ધતિ નો ઉપયોગ કરીને મૂલ્યાંકન કરે છે.વેબસાઈટ પર થી બાળક નો પ્રોગ્રેસ ની પ્રિન્ટ આઉટ કરીને નોટિસ પર લગાવવામાં આવે છે.અને દરેક બાળક વચ્ચે તંદુરસ્ત હરીફાઈ નું આયોજન કરી ને ગુણવત્તા સુધારણા માટે ના ખૂબ સારા પ્રયાસો થઈ રહ્યા છે..


Wednesday, 21 March 2018

આઈ.આઈ.એમ અમદાવાદ દ્વારા શાળામાં થતા ટેકનોલોજી ના ક્ષેત્રે નવતર પ્રયોગ ની જાણકારી માટે મુલાકાત

આજે  શાળામાં આઈ.આઈ.એમ અમદાવાદ દ્વારા શાળામાં થતા ટેકનોલોજી ના ક્ષેત્રે નવતર પ્રયોગ ની જાણકારી માટે  મુલાકાત લેવામાં આવી.અને આવા અંતરિયાળ વિસ્તારમાં ટેકનોલોજી નો વ્યાપક ઉપયોગ જોઈએ ને ખૂબ અભિનંદન પાઠવ્યા.

થુવર પ્રા.શાળામાં ગુણોત્સવ 8 ની તૈયારી માટે Omr આધારિત પ્રશ્નપત્ર A. B ટાઈપ કસોટી લેવામાં આવી.

થુવર પ્રા.શાળામાં ગુણોત્સવ 8 ની તૈયારી માટે Omr આધારિત પ્રશ્નપત્ર A. B ટાઈપ કસોટી લેવામાં આવી.અને તેનું પરિણામ omr સ્કેન કરી ને સીધું પરિણામ પ્રાપ્ત કરવામાં આવે છે.Wednesday, 28 February 2018

થુવર પ્રા. શાળા ના પ્રાંગણ હોળી ની ઉજવણી

       થુવર પ્રા. શાળા ના પ્રાંગણ માં પરંપરાગત તરીકે બાળકો સાથે એક પરિવાર જેમ એક બીજા ને રંગ ભળી હોળી ની ઉજવણી કરવામાં આવી..અને દરેક ને હેપ્પી હોળી ની શુભકામનાઓ..
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત ..ખાસ કમ્પ્યુટર સોફ્ટવેર ની મદદથી કવિઝ સ્પર્ધા નું આયોજન

                       આજે થુવર પ્રા.શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત ..ખાસ કમ્પ્યુટર સોફ્ટવેર ની મદદથી કવિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું.તેમાં ધો.6 થી 8 માં વિજ્ઞાન વિષય ને આધારિત kbc ફોર્મેટ માં કુલ 6 ટિમ પાડી ને સ્પર્ધા કરવામાં આવી..
Friday, 23 February 2018

થુવર પ્રા.શાળા ના બાળકો એ પ્રથમ વખત થ્રીડી ફિલ્મ નિહાળતા આનંદ.

                               દિલ્હી થી 50 જોડી થ્રી ડી ચશ્મા મંગાવવા માં આવ્યાં હતા.
                   થુવર પ્રા.શાળા ના બાળકો એ પ્રથમ વખત થ્રીડી ફિલ્મ નિહાળતા આનંદ.
બનાસકાંઠા ની વડગામ તાલુકાની થુવર પ્રા.શાળા માં ધો.૬ થી ૮ ના બાળકો ને સ્માર્ટબોર્ડ વિડીયો ની મદદ થી અભ્યાસ સાથે થ્રી ડી શો પણ બતાવવામાં આવે છે.
સામાન્ય રીતે મોટાભાગ ના વાલીઓની માનસિકતા એવી હોય છે કે ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ ને સારું શિક્ષણ મળે છે.અને તેમને જરૂરી બધી ભૌતિક સુવિધાઓ આપવામાં આવે છે.તત્યારે આ વાત ને થુવર પ્રા.શાળાએ ખોટી સાબીત કરે છે.
વડગામ તાલુકાની સ્માર્ટશાળા તરીકે ઓળખાતી આ શાળા બે (૨)ઇન્ટરએકટીવ ટચ સ્ક્રીન બોર્ડ ધરાવે છે.અને 1 જાતે તૈયાર કરેલ પ્રોજેક્ટર રૂમ છે,વાઈ-ફાઈ કેમ્પસ ધરાવે છે.અને આ વર્ગના વિદ્યાર્થીઓ ટેકનોલોજી ના માધ્યમ થી શિક્ષણ મેળવે છે.શાળા ના શિક્ષકો દ્વારા દરરોજ જુદા-જુદા-ટેકનોલોજી ના ટુલ્સ દ્વારા શિક્ષણ કાર્ય કરવવામાં આવે છે.જાતે તૈયાર કરી ને પાવર પોઈન્ટ સ્વરૂપે શિક્ષણ આપવામાં આવે છે.અને પછી વિદ્યાર્થીઓ કેટલું સમજ્યા તેનું મુલ્યાંકન કરવા માટે એકમદીઠ કૌન બનેગા કરોડપતિ ટાઇપ ક્વિઝ ગેમ રમાડવામાં આવે છે.પરંતુ શાળામાં અભ્યાસ કરતાં ગામડાના બાળકો ને થ્રી ડી ફિલ્મ જોવા માટે શહેર માં જવું અશક્ય છે.એવો વિચાર શાળા ના ટેકનોસેવી શિક્ષક ઉમતિયા આતાઉલ્લા આર.ને આવ્યો.જેનો તેઓએ વિકલ્પ શોધી કાઢીને પોતાના ખર્ચે દિલ્હી થી 50 જોડી થ્રી ડી ચશ્માં મંગાવી બાળકો નું સ્વપ્નું સાકાર કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો.સરકાર ના જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ઉપયોગ કરી ને બાળકો ને થ્રીડી ચશ્માં પહેરાવીને યુ-ટ્યુબ ના માધ્યમ થી અભ્યાસ આધારિત થ્રી ડી ફિલ્મ બતાવવામાં આવી હતી.Friday, 9 February 2018

જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત સરકાર દ્વારા મોનીટરીંગ ટીમ..થુવર પ્રા.શાળા ની મુલાકા

જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત સરકાર દ્વારા મોનીટરીંગ ટીમ..થુવર પ્રા.શાળા ની મુલાકાત લેવામાં આવી..શિક્ષકો જાતે પોતાના વિષય નું ઇ.કનટેન્ટ.જેવું કે પાવર પોઇન્ટ.એકમ ક્વિઝ તૈયાર કરે છે.તથા બાળકો જાતે ઓપરેટ કરે છે.તે જોઈ ખૂબ ખુશી થઈ.જ્ઞાનકુંજ ની ખૂબ અસરકારક ઉપયોગ થઈ રહ્યો છે.તેવા તેમના પ્રતિભાવ રહ્યા..