થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

બાલ મેળો .4/3/2016 અંતર્ગત અહેવાલ..

       જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાલનપુર અંતર્ગત લાઇફ સ્કીલ બાળ મેળો થુવર પ્રા.શાળા માં યોજાયો..સૌ પ્રથમ  પ્રાર્થના કાર્યક્રમ થી જ લીલાબેન જે ચૌધરી અને માનનીય આચર્ય શ્રી દ્વારા બાળ મેળા અનુરૂપ ગીત કોણ કરે અજવાળું શાળા માં ગીત ગાઈ ને બાલ મેળા નો ઉત્સાહ આવી ગયો..શાળા માં તમામ પ્રકારની પ્રવૃત્તિ ઓ ધો.1 થી 8 થઈ..માટીકામ.ચીટક કામ, રંગોળી.મહેંદી કામ.રંગપુર્ણી.. તેમજ બાળગીત..કાવ્યગાન.જેવી પ્રવૃત્તિઓ થયી..બાળકો ને આનંદ ની સાથે જીવનઉપયોગી શીખવા મળ્યું..
રંગોળી કામ કરતા બાળકો અને સાથે લીલાબેન જે.ચૌધરી
કાગળ માંથી ફુલદાની બનાવતા બાળકો સાથે માર્ગદર્શક તરીકે ઉમતિયા સાહેબ 
કાગળ માંથી વિમાન અને ફુલ દાની બનાવ્યા.
ધો.1 થી 5 માં કાર્ય કરતા બાળકો..અને નિરીક્ષણ કરતા મા.આચાર્યા શ્રી..

Post a Comment

0 Comments