Thursday, 7 April 2016

ધો.૮ નો વિદાય પ્રસંગ -થુવર પ્રા.શાળા તા.વડગામ


       આજ રોજ થુવર પ્રા.શાળા માં દર વર્ષ ની જેમ વિદાય પ્રસંગ રાખવામાં આવ્યો.આ કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી.ત્યાર બાદ ધો.૭ ના બાળકો દ્વારા વિદાય ગીત રજુ કરવામાં આવ્યું.મુજ દ્વારે થી ઓ પંખીડા હસ્તે મુખડે જાજો......આ પ્રસંગે ધો.૮ ના બાળકો દ્વારા શાળા ને ભેટ રૂપે ૪૧૦૦/-નું દાન મળેલ છે.આ કાર્યક્રમ માં જલોત્રા સી.આર.સી.કો.ઓ.શ્રી.ડી.કે.ગૌસ્વામી એ પણ ખાસ હાજરી આપી બાળકો ને શુભેચ્છા પાઠવી.આ કાર્યક્રમ માં શાળા નાં તમામ સ્ટાફ તેમજ કે.જી.બી.વી.સ્ટાફ પણ હાજરી આપી.આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મા.આચાર્યશ્રી ના માર્ગદર્શન હેઠળ શ્રી.એ.આર.ઉમતિયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું.છેલ્લે બાળકો ને સ્ટાફ દ્વારા નાસ્તો આપી ને વિદાય કરવામાં આવ્યા. No comments:

Post a Comment