થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

થુવર પ્રા.શાળા માં ડિજિટલ શાળા પંચાયત ની રચના કરવામાં આવી

                          થુવર પ્રા.શાળા માં સા.વિજ્ઞાન માં રાજનીતિ ની સાચી સમજ આપવા તેમજ વિદ્યાર્થીઓ શાળા ના વ્યવસ્થાપન માં ભાગીદાર થાય તેમના માં એક સારા નેતૃત્વ નો ગુણ વિકસે તે હેતુ થી 2013 થી સતત આ શાળા માં શાળા પંચાયત ની રચના કરવામાં આવે છે.પરંતુ આ વર્ષ નવતર પ્રયોગ રૂપે તમામ પ્રક્રિયા ડિજિટલ રીતે કરવામાં આવી.જાહેરનામું.ઉમેદવારી ફોર્મ ભરવા તમામ પ્રક્રિયા ડિજિટલ રીતે કરવામાં આવી.આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.તેમાં એક ઓનલાઈન વેબ અને શાળા ના બ્લોગ નો ઉપયોગ કરી ને ઓનલાઈન મતદાન પ્રક્રિયા જેમાં મતદાર મત કરે અને તરતજ કેટલા મત થયા તે પ્રરીસાઇડિંગઓફિસર કોમ્પ્યુટર પર ડિસ્પ્લે પર કેટલા મત પડ્યા તે જોઈ શકતા હતા.(પરિણામ નહીં) 75%વિદ્યાર્થીઓ નો પહેલો પરિચય મોબાઈલ પર ટચ કરવાનો થયો.તેમાં ઓનલાઈન કુલ 187 વોટ નોંધાયો.ચોક્કસ સમયે ઓનલાઈન ચાલુ થાય અને ક્લોઝ થાય તે પ્રકારની વ્યવસ્થા હતી..હવે જોઈએ કાલે મતગણતરી માં કોણ બાઝી મારે છે.આ પ્રયોગ થી કાગળ અને ખર્ચ નો બચાવ થઈ શકે.


























Post a Comment

0 Comments