થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

બાળ-સંસદ પ્રવૃત્તિ અંતર્ગત શપથવિધિ.. કાર્યક્રમ..

               થુવર પ્રા.શાળા તા.વડગામ માં ડિજિટલ બાળ સંસદ ની રચના કરવામાં આવી.
👉 શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
👉 બાળ સંસદ એટલે બાળકોની, બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિનિયમો ઘડવામાં સક્રિય ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારમાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય છે. થુવર પ્રા.શાળામાં આ વર્ષે સમય અને ખર્ચ નો બચાવ કરવા ડીજીટલ પ્રયોગ રૂપે શાળા ના ટેક્નોસેવી શિક્ષક એ.આર.ઉમતીયા એ ઓનલાઈન વેબ અને શાળા નો બ્લોગ નો ઉપયોગ કરીને .મોબાઈલ માં ઓનલાઈન વોટિંગ કરાવેલ અને મતગણતરી માં ઝડપથી પરિણામ મેળવેલ.સૌથી વધુ મત મેળવનાર ધો.8 ની વિદ્યાર્થીની પરમાર અંજલીબેન પ્રકાશભાઈ ને મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવ્યા.આચાર્યશ્રી ડી.એન.માલુણા ના માર્ગદર્શન થી અને તમામ સ્ટાફે પુરી મહેનત કરી હતી..

બાળ સંસદ વિદ્યાર્થીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યક્તિગત વિકાસના સંદર્ભે એક મહત્વની શરૂઆત છે. જેનાથી બાળકોને શીખવા માટેનું એક વાતાવરણ તૈયાર થાય છે. બાળકોમાં નેતૃત્વ, સમુહભાવના, સમયસર નિર્ણયો લેવાની ક્ષમતા તેમજ સ્વયંશિસ્ત જેવા ગુણો વિકસાવવાની સાથે રાજનીતિશાસ્ત્ર જેવા વિષયને સમજી જીવન ઘડતરમાં પણ ઉપકારક બનાવી શકે છે.

Post a Comment

0 Comments