વડગામ તાલુકા ની થુવર પ્રા.શાળા માં દર માસે બાળ-સંસદ રીવ્યુ બેઠક નું આયોજન
સતત નિત નવા પ્રયોગ માટે જાણીતી થયેલી થુવર પ્રા.શાળામાં દર માસ ના અંતે ખૂબ જ અસરકારક રીતે બાળ -સંસદ કેબિનેટ બેઠક નું આયોજન કરવામાં આવે છે.જેમાં કેબિનેટ સમિતિ માં ઇનોવેટીવ શિક્ષક એ.આર.ઉમતીયા અને શાળા ના આચાર્ય શ્રી ડી.એન.માલુણા બાળકો સાથે શાળા ની વિવિધ કામગીરી ની ચર્ચા વિચારણા સમીક્ષા કરે છે અને શાળા સુધારલક્ષી બાબતો તરફ આગળ વધે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે.શાળા ની બાળ-સંસદ એટલે મહામંત્રી અને ઉપ મહામંત્રી તેમજ અન્ય સમિતિઓ હોય છે.જેમાં પ્રાર્થના સમિતિ,આરોગ્ય સમિતિ,સફાઈ સમિતિ,બાગાયત સમિતિ,મધ્યાહન ભોજન સમિતિ,પાણી સમિતિ,બાલહાટ સમિતિ,જેવી સમિતિઓમાં વિદ્યાર્થીઓ પોતાની જવાબદારી સંભાળી નેતૃત્વ લે છે.અને વિદ્યાર્થીકાળથી જ તેમાં નેતૃત્વ નો વિકાસ થાય છે અને હોંશે હોંશે પોતાની જવાબદારી સંભાળી છે.બાળ સંસદ સમિતિ વિદ્યાર્થીઓ ના સર્વોગી વિકાસ માં ખૂબજ મહત્વ ની ભૂમિકા ભજવે છે.અને શ્રેષ્ઠ ૩ બાળ મંત્રીમંડળ ને પ્રોત્સાહન આપવામાં આવે છે.બાળ સંસદ ની રચના પણ ખૂબ જ તટસ્થ અને ચોકસાઈપૂર્વક કરવામાં આવે છે.
Post a Comment
0 Comments