થુવર પ્રા.શાળા તા.વડગામ જી.બનાસકાંઠા

ટેક્નોલોજી દ્વારા ઉત્તમ કાર્ય

 શાળાપંચાયતની રચના.....

👨‍👨‍👦‍👦👨‍👨‍👧‍👧🏢
લોકશાહી શાસન પદ્ધતિની નાની પ્રતિકૃતિ એટલે બાળસંસદ.શાળાના વ્યવસ્થાપન,વિકાસ અને સુધારણા અને નિર્ણય પ્રક્રિયામાં બાળકોની સહભાગિતા હોવી એ આવશ્યક છે.બાળકોમાં નેતૃત્વના ગુણોનો સાહજિક વિકાસ વિકાસ અને સમસ્યાનું વિશ્લેષણ કરીને ઉચિત નિર્ણય લેવાની ક્ષમતા કેળવાય એ હેતુથી *શ્રી થુવર પ્રાથમિક શાળા* માં "Voting machine" મોબાઈલ એપ દ્વારા ડીઝીટલ મતદાન કરી શાળા પંચાયતની ચૂંટણી કરવામાં આવી.શાળાના બાળકો અને શિક્ષકશ્રીઓએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લઈ લોકશાહીના મૂલ્યોનું જતન કરતા સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી.અંતે વિજેતા ઉમેદવારો અને ભાગ લીધેલ સૌને શાળાના એચ.ટાટ *આચાર્યશ્રી દેવજીભાઈ એન.માલુણા સાહેબે*
અભિનંદન
આપતા શાળામાં ચાલતી અભ્યાસીક અને સહઆભ્યાસીક પ્રવૃતિઓનું સંચાલન, દેખરેખ અને જાળવણી માટે હંમેશા તત્પર રહેવા જણાવ્યું હતું.










Post a Comment

0 Comments